વ્યારા કોલેજમાં 16મો રાષ્ટ્રીય સ્ટેટિસ્ટિક્સ ડે ઉજવાયો

0

 આ સમયમાં દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરવાનો અવકાશ છે: ના.ડીડીઓ




તાપી જિલ્લાના આર્ટ્સ એંન્ડ કોમર્સ કોલેજ વ્યારા ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આંકડા અધિકારી એસ.એ. ડોડિયા તેમજ એસ.એસ.પાંડે ઇ.ચા. જિલ્લા આયોજન અધિકારી,તાપીના સયુંકત ઉપક્રમે આજરોજ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે ડેટા થીમ હેઠળ 16માં રાષ્ટ્રીય સ્ટેટિસ્ટિક્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે તાપી જિલ્લા નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.એ.ડોડિયાએ આંકડાશાસ્ત્રનું જીવનમાં મહત્વ સમજાવતા દેશના વિકાસના આયામ અને દેશની નીતિ નિર્ધારણ તરીકે આકડાશાસ્ત્રનો ખાસ નિર્દેશ કર્યો હતો. આજે દેશનો વિકાસ થઇ રહ્યો છે ત્યારે આપણા મનમાં ગાઠ બાંધી લેવી જોઇએ કે જીવનના તમામ ક્ષેત્રે આંકડાનું મહત્વ વધી ગયું છે. વધુમાં તેમણે 2022ના સ્ટેટિસ્ટિક્સ ડે માટેની થીમ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે ડેટા રાખવામાં આવી છે તેના વિશે માહિતી આપી હતી.

તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, આ સમયમાં દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરવાનો અવકાશ છે. તેમણે સંશોધનનું મહત્વ સમજાવતા કહ્યુ હતુ કે કોઇ પણ માણસમાં આંતરસુઝ હોય તો કોઇ પણ ક્ષેત્રમાં સંશોધન કરી શકે. અંતે તેમણે પર્યાવરણને નુકસાન કરીને દેશનો વિકાસ નહિ કરવા સૌને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે સંશોધન અધિકારી સાવિત્રી વસાવાએ આજના આ મહત્વના દિવસ 16 માં રાષ્ટ્રીય સ્ટેટિસ્ટિક્સ ડે ના ભાગરૂપે પ્રો. પ્રશાંતચંદ્ર મહાલનોબિસ દ્વારા આંક્ડાશાસ્ત્ર અને આર્થિક આયોજન ક્ષેત્રે આપેલ નોધપાત્ર યોગદન અંગે માહિતી આપી હતી.

વધુમા તેમણે જણાવ્યું હતુ કે, આ દિવસનો ઉદેશ્ય સામાજિક, આર્થિક, આયોજન અને નીતિ ઘડતરમાં આંકડાની ભૂમિકા અને મહત્વ વિશે પ્રો.પ્રશાંતચંદ્ર મહાલનોબિસ પાસેથી પ્રેરણા મેળવવા માટે ખાસ કરીને યુવા પેઢીમાં જન જાગૃતિ લાવવાનું છે તેમ જણાવ્યું હતું.

પ્રો. પ્રશાંતચંદ્ર મહાલનોબિસને સન્માન
સ્વતંત્રતા પછીના યુગમાં આર્થિક આયોજન અને આંકડાકીય વિકાસના ક્ષેત્રોમાં પ્રો.પ્રશાંતચંદ્ર મહાલનોબિસ દ્વારા આપવામાં આવેલા નોંધપાત્ર યોગદાનના ભાગરૂપે ભારત સરકાર દર વર્ષે 29મી જૂનને તેમની જન્મજયંતિના અનુસંધાનમાં, રાષ્ટ્રીય સ્તરે ઉજવવામાં આવનાર આ વિશેષ દિવસની શ્રેણીમાં સ્ટેટિસ્ટિક્સ ડે તરીકે નિયુક્ત કરવાનું નક્કી કર્યું છે.

રાષ્ટ્રીય વિકાસમાં સત્તાવાર આંકડાઓના મહત્વને પ્રકાશિત કરવા માટે સેમિનાર, ચર્ચાઓ અને સ્પર્ધાઓ યોજીને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે તાપી જિલ્લામાં વ્યારા સ્થિત આર્ટ્સ એંન્ડ કોમર્સ કોલેજ ખાતે 16માં રાષ્ટ્રીય સ્ટેટિસ્ટિક્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી.

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top